Wednesday, July 1, 2015

પાનના સ્થાને માવા-ફાકી

પાનના સ્થાને માવા-ફાકીના વધી ગયેલ ચલણ [દુષણ] અંગે
 મેં ‘અકિલા’ માં તૈયાર કરેલ આર્ટીકલ

Thursday, May 14, 2015

મારો દિવસ ઢળી ગયો!!

હું ક્યાં કહું છું કે
    આંગણ સુધી આવો...
હું આંખ મીચું
   પાંપણ સુધી તો આવો...
             ......      ......     
નિશ્વાસ એની આંખમાં ઓગળી ગયો,
ખપતો હતો મને તે ખુલાસો મળી ગયો,
કેવો ઉજાસ ઘર મહી એના ગયા પછી!
મારો દિવસ હંમેશને માટે ઢળી ગયો!!

Monday, May 11, 2015

મિલને કી વજહ મિલજાયે

કાશ ફિર મિલને કી વજહ મિલજાયે,
સાથ જિતના બિતાયા વો પલ મિલજાયે ,
ચલો અપની અપની આંખે બંધ કર લે,
ક્યા પતા ખ્વાબોમેં  ગુજરા હુઆ કાલ મિલજાએ !!

Saturday, May 9, 2015

તેરા ઇન્તઝાર કરું

બડી મુશ્કિલ મેં હું કૈસે ઈઝહાર કરું,
વો તો ખુશ્બુ હૈ ઉસે કૈસે ગિરફ્તાર કરું;
ઉસકી મહોબત પે મેરા હક્ક નહી,
લેકિન દિલ કહેતા હૈ...
આખરી સાંસ તક તેરા ઇન્તઝાર કરું!!

Tuesday, May 5, 2015

કુછ યાદે દે ગયે,

કુછ યાદે દે ગયે,
કુછ ધોખે દે ગયે,
જો કુછ ભી દે ગયે,
સબ અપને દે ગયે,
..............

ના જાને કિતની હી
અનકહી બાતે સાથ લે જાઉંગા,
લોગ જુઠ કહતે રહેંગે ,
કિ ખાલી હાથ ગયા હૈ!

વો લોગ

વો લોગ કિતને દુર ચલે જાતે હૈ,
જિન્હે હમ જીંદગી સમજકર
કભી ખોના નહી ચાહતે!

Wednesday, April 29, 2015

જીંદગી કી દૌડ મે

જીંદગી કી દૌડ મે તજુર્બા
ક્ચ્ચા રહ ગયા…
હમ ન શીખ પાયે ફરેબ,
દિલ બચ્ચા હી રહ ગયા...

Friday, February 27, 2015

અકિલા દૈનિકમાં મેં લખેલ ડી. જે. પાર્ટી વિષેનો વિસ્તૃત અહેવાલ અહીં વાંચો..
જરૂરી સૂચનો માટે કોમેન્ટ બોક્ષમાં કૈઇક લખશો તો મને આનંદ થશે.

Friday, August 29, 2014

સૂચનો આવકાર્ય


સૂચનો આવકાર્ય


mitesh kotvalo photoમિત્રો , નમસ્કાર!
મેં બ્લોગ શરૂ કરેલ તેને જોત જોતામાં ચાર વર્ષ પુરા થવા આવ્યા છે. બસ એમ જ શરુ કરેલ આ બ્લોગ ને હવે થોડી ગંભીરતા પૂર્વક વિકસાવવા ઈચ્છું છું. વેલ વિશર્સ  તરીકે આપ પણ મને કઈ, આઈડિયા, , ફેરફાર સુચવી શકો છો. આપને મારો બ્લોગ કેવો લાગ્યો તે ચોક્કસ જણાવશો. મારા હિતેચ્છુઓના સૂચનોનો મને ખાસ ઇન્તજાર રહેશે.
આપનો મિતેષ આહિર
MO. NO. 9725055299
e-mail : miteshpahir@yahoo.com

Saturday, May 17, 2014

DSC04252DSC04257DSC04259DSC04265DSC04269DSC04277DSC04283DSC04298
અમારી પારીવારીક કચ્‍છ યાત્રા
અમારા કુળદેવીશ્રી અાશાપુરા માતાજીનો જાણે કે હુકમ જ થયો હોય તેમ અમારે સહપરીવાર માતાના મઢ દરશને જવાનું થયુ. રાજકોટથી ‌‌‌ન‌િકળી પ્રથમ ધ્રંગ દાદા મેકરણની જગ્‍યામાં અાવી પહોંચ્‍યા. ખબુ બજા અાવી. મેકરણદાદાની સમાધી તેમજ તેમના વ્‍હાલા લાલીયા (ગધેડા) અને મોતીયા (કુતરા) ની સમાધીના પણ દરશન કરેલ. અહીથી સ‌િધ્‍ધા જ માતાના મઢ પહોંચી સાંજની અારતી અને સવારે મંગળા અાઆરતીનો લ્‍હાવો લઇ અમો તો જાણે ધન્‍ય જ બની ગયા. બસ પછી અમારી યાત્રા અહીંથી બીજા દ‌િવસે અાગળ વધારી અને પહોંચ્‍યા ગઢ શીશા ચંદુમાની જગ્‍યામાં. અહીં દરશનનો લાભ લઇ માંડવી બીચ દર‌િયા ક‌િનારે ગયા. બાળકોને તો અહીં ખુબ મજા અાવી પણ મોટાઅોને પણ મન રોમાંચ‌િત થઇ જાય તેવો અહીં નજારો હતો. બોટ, ઘોડા, ઉંટ વગેરે ‌‌ક‌િનારા પરની શોભા વધારી રહ્યા હતા. કચ્‍છની દાબેલીનો સ્‍વાદ માણી અહીંથી યાત્રા ફરી અાગળ વધારી અને મોમાઇ મોરા જઇ રાજકોટ ખાતે અમારી યાત્રાને વ‌િરામ અાપ્‍યો. ખરેખર અા યાત્રા અમારા બધા માટે સુખરૂપ બની રહી હતી. મા અાશાપુરામાં બધાનું સારૂ કરે .. જય માતાજી!

Sunday, February 10, 2013

ભગવાનનો પત્ર

ભગવાનનો પત્ર
વિષય: જિંદગી અને તમે !
 
,
હું, ભગવાન         આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો કે મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.

 [૧]    જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર ભગવાનને માટે એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું.. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!

[૨]    તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩]    ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪]    તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[૫]   તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય..

[૬]    ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭]   તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮]    કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯]    કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે

  હું તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો.

Wednesday, September 26, 2012

રેડિયો પર મારી રત્નકનિકાઓ

મિત્રો આકાશવાણી રાજકોટ કેન્દ્ર ઉપર ઓક્ટોમ્બર માસના દરેક મંગળવારે સવારે ૬.૪૦ મીનીટે મારી રત્નકનિકાઓ અનુક્રમે ‘કર્મ’, ‘મનોબળ’, ‘પ્રીતિ’ અને ‘તેજ’ વિષય પર પ્રસારીત થશે.જો સમય અને અનુકુળતા હો તો સાંભળી મને યોગ્ય પ્રતિભાવ આપશોજી….      



           -આપ સૌનો મિતેષ આહિર



Saturday, February 18, 2012

અક‌િલા ન્‍યઝ પેપરમાઁ પ્રસિધ્‍ધ થયેલ મે તેયાર
કરેલ મેડમ તુષાદ વ‌િષેનો અહેવાલ અહીઁ વાઁચો

Saturday, October 15, 2011

'ઉપ-ડાઉન' વિષેનો વિસ્તૃત અહેવાલ

અકિલા સાંધ્ય દૈનિક માટે મે તૈયાર કરેલ 'ઉપ-ડાઉન'
વિષેનો વિસ્તૃત અહેવાલ અહી વાચો..

Saturday, July 30, 2011

ત્રણ ચિઝ જિંદગીમાં એક વાર મળે છે.
૧ માં બાપ ૨ હુસ્ન ૩ જવાની
ત્રણ ચિઝ સમજી વિચારીને ઉઠાવો
૧ કદમ ૨ કસમ ૩ કલમ
ત્રણ ચિઝ સમજી વિચારીને કરો
૧ મહોબત ૨ વાત ૩ ફૈસલો
ત્રણ ચિઝ કોઈની રાહ નથી જોતી
૧ મોત ૨ સમય ૩ ઉંમર
ત્રણ ચિઝને નાની ન સમજો
૧ કરજ ૨ ફરજ ૩ મર્જ
ત્રણ ચિઝ હંમેસા દુઃખ આપે છે
૧ દગો ૨ બેબસી ૩ બેવફાઈ
ત્રણ ચિઝ હંમેસા તમને ખુશ રાખે છે
૧ ભગવાન ૨ મિત્ર ૩ પત્ની

Thursday, July 7, 2011

સાંધ્ય દૈનિક ' અકિલા ' માં મેં તૈયાર કરેલ છત્રી વિષેનો
ખાસ અહેવાલ અહીં વાચો ...



Friday, May 27, 2011

રાજકોટના અન્નક્ષેત્રોનો અહેવાલ

રાજકોટથી પ્રસિધ્ધ થતા સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિક કિલામાં મેં તૈયાર કરેલ રાજકોટના અન્નક્ષેત્રનો વિસ્તૃત અહેવાલ અહીં વાંચો ….

Tuesday, March 8, 2011

પિતા એક વટવૃક્ષ

Friday, January 14, 2011

મકર સંક્રાતની શુભકામના...


મકર સંક્રાતની શુભકામના...

ભાઈ મકર સંક્રાતનો તહેવાર કોને ન ગમે
આજે મકર સંક્રાતનો તહેવાર છે, ભલે મને પતંગ ઉડાડવાનો શોખ નથી છતાય અગાશી ઉપર ચડીને રંગ બેરંગી બનેલ આકાશ જોવાની બહુ મજા આવે છે. ઉંચે ચડતો ને કયારેક સ્થીર થતો તો કયારેક ગોથે ચડતો પતંગ જીવનની ફિલસુફી સમજાવી જાય છે. ચેત જે માનવ તારા જીવનની દોર કુદરતના હાથમાં છે. બહુ ઉંચે સ્થાન મેળવીને અભિમાનમાં ન આવી જતો ક્યારે નીચે પટકાય પડીશ કાય ખબર નહી પડે...
ચાલો ફરીથી બધને મકર સંક્રાતનો તહેવારની ખુબ ખુબ શુભકામના...
-મિતેષ આહીર

Saturday, December 11, 2010

જીવનમાં ઉતારવા જેવું

સમજવા જેવું

મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલોનું હોય છે અને
જયારે મૃત્યુ પામે છે ત્યારે અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું વજન
પણ અઢી કિલો જ હોય છે...
જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝબલું, જેમાં ખિસ્સું ન હોય,
વળી જિંદગીનું છેલ્લું કપડું કફન જેમાં પણ ખિસ્સું ન હોય...
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી
શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ?

Saturday, October 9, 2010

માં અંબેના નોરતાનો પ્રારંભ


જગત જનની માં અંબેના નોરતાનો પ્રારંભ થઇ ચુક્યો છે

ત્યારે સૌને મારા અંતઃકરણથી જય માતાજી

માં જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે

તેવી અંતઃકરણથી શુભકામના ...


-મિતેષ આહીર ના ફરીને જય માતાજી

Sunday, August 29, 2010

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા


1)
જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2)
બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3)
તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)
યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછેઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5)
પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6)
ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)
મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે...