Saturday, December 11, 2010

જીવનમાં ઉતારવા જેવું

સમજવા જેવું

મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલોનું હોય છે અને
જયારે મૃત્યુ પામે છે ત્યારે અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું વજન
પણ અઢી કિલો જ હોય છે...
જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝબલું, જેમાં ખિસ્સું ન હોય,
વળી જિંદગીનું છેલ્લું કપડું કફન જેમાં પણ ખિસ્સું ન હોય...
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી
શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ?

Saturday, October 9, 2010

માં અંબેના નોરતાનો પ્રારંભ


જગત જનની માં અંબેના નોરતાનો પ્રારંભ થઇ ચુક્યો છે

ત્યારે સૌને મારા અંતઃકરણથી જય માતાજી

માં જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે

તેવી અંતઃકરણથી શુભકામના ...


-મિતેષ આહીર ના ફરીને જય માતાજી

Sunday, August 29, 2010

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા


1)
જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2)
બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3)
તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)
યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછેઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5)
પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6)
ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)
મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે...

Sunday, August 15, 2010

આઝાદી અમર રહો


આઝાદી અમર રહો
આજે ૬૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે

સૌને મારી હાર્દિક શુભેચ્છા
મેરા ભારત મહાન ...


મિતેષ આહીરના .........વંદે માતરમ

Sunday, July 4, 2010

રાજકોટમાં ચોમાંસનો વિધિવત પ્રારંભ


રાજકોટમાં આજથી વિધિવત ચોમાંસનો પ્રારંભ

થતા બધે જ આનંદ વર્તાય રહ્યો છે

ગઈ રાત્રે ૩ ઇંચ વરસાદ નોંધાયો છે

બધાને પ્રથમ વરસાદની શુભેચ્છા..!!

રાજકોટનો જન્મદિન


આવતીકાલે અમારા રાજકોટનો જન્મદિન છે

આવો રંગીલા રાજકોટને હાર્દિક શુભેછા પાઠવીએ

Saturday, May 1, 2010

જય જય જય ગરવી ગુજરાત

ગુજરા સ્થાપના દિને સૌને હાર્દીક શુભેચ્છા
જય જય જય ગરવી ગુજરાત
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…।, જય જય જય ગરવી ગુજરાત
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની

Sunday, April 4, 2010

नमस्कार

हेलो सबको नमस्कार
कितने दिनोकेबाद आज में अपने ब्लॉग पर आया हू ।
पूरा वक्त नहीं दे पाया इसलिया माफ़ी चाहता हू।
-मितेष आहिर

Sunday, February 21, 2010

એક ટપાલ

તારીખ : આજની જ
પ્રતિ, તમોને જ

વિષય: જિંદગી અને તમે ! ,

હું, આજે તમને બે શબ્દો લખવા માંગું છું। ધ્યાનથી વાંચજો। આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું। એટલું યાદ રાખજો કે મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી। હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી। તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે।


[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું.. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં! [૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય..
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય. અને છેલ્લે…
હું તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો.

Saturday, February 6, 2010

માછલી વિષ્‍ો જાણો


માછલી વિષ્‍ો જાણો


-ડોલફીન માછલી સૂતી વખતે એક આંખ ખુલ્‍લી રાખે છે.
-સોયસ્‍ટર માછલીમાં કિંમતી મોતી હોય છે.
- સ‌િનો ડોટિસ બટન સોડા માછલી ઉંધી તરે છે અને તે આફ્રિકામાં જોવા મળે છે.
-સ્યમ વ્હેલ માછલીનું મગજ સોથી વજનદાર હોય છે.
-સમુદ્રની સનફી મોલા નામની માછલી લગભગ ત્રણ અબજ ઇંડા મુકે છે.
-એટલાન્ટીક સેલફીશ માછલી કલાકના ૮૦ થી ૮પ કિ.મી. ની ઝડપથી પાણીમાં તરે છે.
-ડોલફીન માછલી અવાજ કરી શકે છે અને થોડી તાલીમ અપાય તો માનવીની ભાષાને સમજવા કોશિષ કરે છે.